અસમમિત કાર્બન (અવકાશ કેન્દ્ર),પ્રકાશક્રિયાશીલતા,કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો (ઈનેન્શિયોમર્સ) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1874$ માં ડચ વૈજ્ઞાનિક $J. van't\,Hoff$ અને ફ્રેંચ વૈજ્ઞાનિક $C. LeBel$ એ સ્વતંત્ર રીતે પ્રકાશક્રિયાશીલતા અને અણુઓના બંધારણ વચ્ચેનો સંબંધ આપ્યો.
$(i)$ મધ્યસ્થ કાર્બન: સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચાર સમૂહો (સંયોજકતાઓ) સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે.
$(ii)$ અસમમિત કાર્બન: જો સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા ચારેય વિસ્થાપકો જુદા-જુદા હોય,તો આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા અવકાશકેન્દ્ર કહે છે.
$(iii)$ અસમમિતતા અને પ્રકાશક્રિયાશીલતા: અસમમિત કાર્બન (અવકાશકેન્દ્ર) ધરાવતા અણુઓમાં સમમિતિનો અભાવ હોય છે અને તેઓ અસમમિત હોય છે. આવા અસમમિત અણુઓ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે.
$(iv)$ કિરાલ,કિરાલિટી અને પ્રકાશક્રિયાશીલતા: જે કાર્બનિક અણુને તેના પ્રતિબિંબિય બંધારણ પર અધ્યારોપિત કરી શકાતું નથી,તેમને કિરાલ બંધારણો કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. કિરાલિટી ધરાવતા અણુઓ અસમમિત કાર્બન ધરાવે છે અને પ્રકાશક્રિયાશીલ હોય છે.
$(v)$ પ્રતિબિંબી સમઘટકો (ઈનેન્શિયોમર્સ): જે બે પ્રતિબિંબ અણુઓ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો (ઈનેન્શિયોમર્સ) કહે છે. તેઓ કિરાલ હોય છે અને કિરાલિટી ધરાવે છે.

Explore More

Similar Questions

સંયોજન $H_3C-CH(OH)-CH=CH-CH(OH)-CH_3$ $(X)$ વિશે સાચું/સાચા વિધાન/વિધાનો કયા છે?
$(A)$ $X$ માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની કુલ સંખ્યા $6$ છે.
$(B)$ $X$ માટે શક્ય ડાયાસ્ટીરિયોમર્સની કુલ સંખ્યા $3$ છે.
$(C)$ જો $X$ માં દ્વિબંધની સ્ટીરિયોકેમિસ્ટ્રી $trans$ હોય,તો $X$ માટે શક્ય એનાન્શિયોમર્સની સંખ્યા $4$ છે.
$(D)$ જો $X$ માં દ્વિબંધની સ્ટીરિયોકેમિસ્ટ્રી $cis$ હોય,તો $X$ માટે શક્ય એનાન્શિયોમર્સની સંખ્યા $2$ છે.

નીચેના સંયોજનોની દરેક જોડીમાં કાયરલ (chiral) અને અકાયરલ (achiral) અણુઓને ઓળખો.

જે સમઘટકોના બંધારણો એકબીજાના બિનઅધ્યારોપણીય પ્રતિબિંબો હોય,તેને ..... કહે છે.

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

સુપ્રસિદ્ધ સંયોજનો, $(+)$-લેક્ટિક એસિડ અને $(-)$-લેક્ટિક એસિડ, સમાન આણ્વીય સૂત્ર $C_{3}H_{6}O_{3}$ ધરાવે છે. તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo