(N/A) પ્રકાંડ ખોરાકસંગ્રહ જેવા વિવિધ કાર્યો કરવા માટે રૂપાંતરિત થાય છે. તેના મુખ્ય ઉદાહરણો નીચે મુજબ છે:
$(i)$ ગાંઠામૂળી (Rhizome): આદું $(Zingiber officinale)$ અને હળદર $(Curcuma longa)$ જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. આ ભૂમિગત પ્રકાંડ છે જે ખોરાકનો સંગ્રહ કરે છે અને ક્ષૈતિજ રીતે વૃદ્ધિ પામે છે. તેમાં ગાંઠો,આંતરગાંઠો,શલ્કપર્ણો અને આગંતુક કે અસ્થાનિક મૂળ હોય છે.
$(ii)$ ગ્રંથિલ (Tuber): બટાટા $(Solanum tuberosum)$ માં જોવા મળે છે. ભૂમિગત શાખાઓના ટોચના ભાગે સ્ટાર્ચના સંગ્રહને કારણે તે ફૂલી જાય છે. ગ્રંથિલની સપાટી પર 'આંખ' હોય છે,જે કક્ષીય કલિકાઓ છે અને તે વાનસ્પતિક પ્રસર્જન માટે સક્ષમ છે.
$(iii)$ વજકંદ (Corm): સૂરણ $(Amorphophallus)$ અને અળવી $(Colocasia)$ માં જોવા મળે છે. તે ગાંઠામૂળીનું સંઘનિત અને ઊર્ધ્વ સ્વરૂપ છે,જે ખોરાકનો સંગ્રહ કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવંત રહેવામાં મદદ કરે છે.