$L$ લંબાઈનો એક ધાતુનો તાર એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકાવવામાં આવ્યો છે. જ્યારે $M$ દળ ધરાવતા પદાર્થને તારના નીચેના છેડે જોડવામાં આવે છે,ત્યારે તારમાં થતો વધારો $l$ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ $M$ દળની ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો $Mgl$ છે.
$(II)$ તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા $Mgl$ છે.
$(III)$ તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા $\frac{1}{2} Mgl$ છે.
$(IV)$ ઉત્પન્ન થતી ઉષ્મા $\frac{1}{2} Mgl$ છે.
કયા વિધાનો સાચા છે?

  • A
    માત્ર $I$
  • B
    $I$ અને $II$
  • C
    માત્ર $III$
  • D
    $I, III$ અને $IV$

Explore More

Similar Questions

સમાન દ્રવ્ય અને લંબાઈના બે તાર,જેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જ્યારે સમાન બળ વડે ખેંચવામાં આવે ત્યારે તાર માટે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્થિતિસ્થાપક પદાર્થ પર $S$ જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે?

$20 \, m$ લંબાઈના સ્ટીલના તારને $2 \, cm$ ખેંચતા તેમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા $80 \, J$ છે. તારનું આડછેદનું ક્ષેત્રફળ $......... \, mm^2$ છે (આપેલ છે, $Y = 2.0 \times 10^{11} \, N/m^2$).

$\ell$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ,$Y$ યંગ મોડ્યુલસ અને $\alpha$ રેખીય પ્રસરણાંક ધરાવતા સ્ટીલના સળિયાને ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $t\,^\circ C$ જેટલું વધે છે. ગરમ કરવાથી સળિયા દ્વારા થઈ શકતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

જ્યારે $8 \,m$ લાંબા તારને $10 \,kg-wt$ ના ભાર દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે તે $1.5 \,mm$ જેટલો લંબાય છે. આ પ્રક્રિયામાં તારમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\,J$ માં)? $\left(g=10 \,ms^{-2}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo