આકૃતિમાં દર્શાવ્યા મુજબ $n_1$ અને $n_2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોની બનેલી એક પહોળી સ્લેબ હવામાં મૂકવામાં આવી છે. પ્રકાશનું કિરણ માધ્યમ $n_1$ થી $n_2$ માં $\theta$ ખૂણે આપાત થાય છે,જ્યાં $\sin \theta$ એ $1/n_1$ કરતા થોડું વધારે છે. હવાનો વક્રીભવનાંક $1$ લો. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ જો $n_2 = n_1$ હોય તો પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશ કરે છે
$(B)$ જો $n_2 < n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(C)$ જો $n_2 > n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(D)$ જો $n_2 = 1$ હોય તો પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે

  • A
    $B, C, D$
  • B
    $B, C$
  • C
    $A, B, C$
  • D
    $B, D$

Explore More

Similar Questions

પ્રવાહીની સપાટીની નીચે $h$ ઊંચાઈએ રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમમાંથી આવતા કિરણો,જેનો વક્રીભવનાંક $\mu$ છે,તે સપાટી પર $r$ ત્રિજ્યાનો પ્રકાશનો વર્તુળાકાર ડાઘ બનાવે છે. આ ડાઘનું ક્ષેત્રફળ કેટલું હશે?

$3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ ગોળામાંથી બહાર આવે નહીં?

Difficult
View Solution

એક અર્ધગોળાકાર પાત્ર $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણ ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રના સૌથી નીચલા બિંદુ $(O)$ પર એક નાનો સિક્કો રાખેલ છે. પ્રવાહીના વક્રીભવનાંકનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી એક વ્યક્તિ બિંદુ $E$ (પાત્રની સપાટીના સ્તરે) થી સિક્કાને જોઈ શકે?

એક કાચના લંબચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\mu_2 = 1.25$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક બ્લોક $A$ એ $\mu_1 = 1.0$ વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલો છે. પ્રકાશનું કિરણ બ્લોકની સપાટી પર $\theta$ આપાતકોણે આપાત થાય છે. બ્લોકની ઉપરની સપાટી પર પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે $\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo