એક અનંત લંબાઈનો સીધો તાર જેમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે,એક ખુલ્લો લંબચોરસ લૂપ અને સરકતા કનેક્ટર સાથેનો વાહક $C$ એક જ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલા છે. કનેક્ટરની લંબાઈ $l$ અને અવરોધ $R$ છે. તે $v$ વેગથી જમણી તરફ સરકે છે. વાહકનો અવરોધ અને લૂપનું આત્મ-પ્રેરકત્વ અવગણ્ય છે. કનેક્ટર અને સીધા તાર વચ્ચેના અંતર $r$ ના વિધેય તરીકે લૂપમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

  • A
    $\frac{\mu_{0}}{\pi} \frac{ Ivl }{ Rr }$
  • B
    $\frac{\mu_{0}}{2 \pi} \frac{ Ivl }{ Rr }$
  • C
    $\frac{2 \mu_{0}}{\pi} \frac{ Ivl }{ Rr }$
  • D
    $\frac{\mu_{0}}{4 \pi} \frac{ Ivl }{ Rr }$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. તાર $P_1Q_1$ અને $P_2Q_2$ ને $5\, cm/s$ ની સમાન ઝડપથી રેલ પર સરકાવવામાં આવે છે. જો $(a)$ બંને તાર જમણી તરફ ગતિ કરે અને $(b)$ જો $P_1Q_1$ ડાબી તરફ ગતિ કરે પરંતુ $P_2Q_2$ જમણી તરફ ગતિ કરે,તો $9\,\Omega$ ના અવરોધમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરો. તાર $AB$ ને અચળ વેગ $v$ થી સ્થિર પાટા પર સરકાવવામાં આવે છે. જો તાર $AB$ ને સમાન લંબાઈના અર્ધવર્તુળાકાર તાર દ્વારા બદલવામાં આવે,તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય:

$20\, {cm}$ ની બાજુ અને $1\, \Omega$ અવરોધ ધરાવતા એક ચોરસ લૂપને $v_{0}$ જેટલી અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરાવવામાં આવે છે. લૂપની જમણી બાજુ $5\, {T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદરની તરફ છે. લૂપને $4\, \Omega$ મૂલ્યના અવરોધોના નેટવર્ક સાથે જોડવામાં આવેલ છે. લૂપમાં $2\, {mA}$ નો સ્થાયી પ્રવાહ વહે તે માટે $v_{0}$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

$a$ ત્રિજ્યા અને $r$ અવરોધ ધરાવતું એક નાનું વાહક લૂપ,$i_0$ પ્રવાહ ધરાવતા લાંબા સીધા વાહકને લંબ રૂપે $v$ વેગથી ખેંચવામાં આવે છે. જો લૂપમાં $P$ જેટલો અચળ પાવર વ્યય થતો હોય,તો લૂપના વેગ $v$ નું $x$ ના વિધેય તરીકેનું સૂત્ર શોધો. આપેલ છે કે $x >> a$.

Difficult
View Solution

એક વાહક વર્તુળાકાર લૂપને $0.4\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું સમતલ ક્ષેત્રને લંબ રહે. લૂપની ત્રિજ્યા $1\,mm/s$ ના અચળ દરે વધવાનું શરૂ કરે છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ હોય ત્યારે લૂપમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય $...........\,\mu V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo