નીચેના શબ્દોને યોગ્ય ઉદાહરણો સાથે ટૂંકમાં સમજાવો:
$(i)$ પ્રૌટોનેમા (protonema)
$(ii)$ પુજન્યુધાની (antheridium)
$(iii)$ સ્ત્રીજન્યુધાની (archegonium)
$(iv)$ દ્વિવિધિ (diplontic)
$(v)$ બીજાણુપર્ણ (sporophyll)
$(vi)$ સમજન્યુક પ્રજનન (isogamy)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રૌટોનેમા: તે મોસના જીવનચક્રની પ્રથમ અવસ્થા છે,જે સીધા બીજાણુમાંથી વિકસે છે. તે સરકતી,લીલી,શાખિત અને ઘણીવાર તંતુમય રચનાઓ ધરાવે છે.
$(ii)$ પુજન્યુધાની: તે દ્વિઅંગી (bryophytes) અને ત્રિઅંગી (pteridophytes) માં જોવા મળતું નર પ્રજનન અંગ છે,જે વંધ્ય કોષોના આવરણથી ઘેરાયેલું હોય છે. તે શુક્રમાતૃકોષો ધરાવે છે,જે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
$(iii)$ સ્ત્રીજન્યુધાની: તે દ્વિઅંગી,ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળતું માદા પ્રજનન અંગ છે. તેમાં સામાન્ય રીતે ફૂલેલો ભાગ (વેન્ટર) અને નલિકાકાર ગ્રીવા હોય છે,જેમાં માદા જન્યુ (અંડકોષ) હોય છે.
$(iv)$ દ્વિવિધિ: આ શબ્દ બીજધારી વનસ્પતિઓ (અનાવૃત અને આવૃત બીજધારી) ના જીવનચક્ર માટે વપરાય છે. આ વનસ્પતિઓમાં દ્વિકીય બીજાણુજનક અવસ્થા પ્રભાવી,પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર હોય છે.
$(v)$ બીજાણુપર્ણ: ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક વનસ્પતિ દેહ બીજાણુધાની ધરાવે છે. આ બીજાણુધાનીઓ પર્ણ જેવી રચનાઓ પર ગોઠવાયેલી હોય છે જેને બીજાણુપર્ણ કહેવાય છે. અનાવૃત બીજધારીમાં લઘુબીજાણુપર્ણ અને ગુરુબીજાણુપર્ણ જોવા મળે છે.
$(vi)$ સમજન્યુક પ્રજનન: આ એક પ્રકારનું લિંગી પ્રજનન છે જેમાં બાહ્યકાર રીતે સમાન જન્યુઓનું જોડાણ થાય છે. આ જન્યુઓ સમાન કદના હોય છે. આ પ્રકારનું પ્રજનન સામાન્ય રીતે $Spirogyra$ માં જોવા મળે છે.

Explore More

Similar Questions

આ ત્રણેયમાં શું સામાન્ય છે: બ્રાયોફાઇટ્સ,ડ્રાયોપ્ટેરિસ અને ગિંકગો?

નીચેનામાંથી કોનો સમાવેશ ફેનેરોગેમ્સ (બીજધારી વનસ્પતિઓ) માં થાય છે?

નીચેનામાંથી કયું એકલિંગી (monoecious) છે?

કોલમ-$I$ માં શ્રેણી,કોલમ-$II$ માં વનસ્પતિનું નામ અને કોલમ-$III$ માં સામાન્ય નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$(A)$ કેલિસિફ્લોરી$(p)$ હેલીએન્થસ એનુઅસ$(I)$ ગુલાબ
$(B)$ બાયકાર્પેલિટી$(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ$(II)$ મહુડો
$(C)$ ઇન્ફીરી$(r)$ રોઝા ઇન્ડિકા$(III)$ સૂર્યમુખી
$(D)$ ડિસ્કીફ્લોરી$(s)$ મધુકા ઇન્ડિકા$(iv)$ બારમાસી
$(E)$ થેલેમિફલોરી$(t)$ કેથેરેન્થસ રોઝિયમ$(v)$ લીંબુ
$(F)$ હીટરોમેરિ$(u)$ સાઈટ્રસ લિમોન$(vi)$ જાસૂદ

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo