(N/A) $\rightarrow$ Taxa (વર્ગકો): વર્ગીકરણની એકમ તરીકે ઓળખાતી દરેક કક્ષા એક હરોળ દર્શાવે છે અને તેને સામાન્ય રીતે 'વર્ગક' (બહુવચન: વર્ગકો) કહેવામાં આવે છે.
$\rightarrow$ કુતરા,બિલાડી,સસ્તન,ઘઉં,ચોખા,વનસ્પતિ અને પ્રાણીઓ એ સજીવોના અભ્યાસ માટે વપરાતી અનુકૂળ કક્ષાઓ છે. આ કક્ષાઓ માટેનો વૈજ્ઞાનિક શબ્દ 'વર્ગકો' છે.
$\rightarrow$ વર્ગકો વિવિધ સ્તરે કક્ષાઓ સૂચવી શકે છે. ઉદાહરણ તરીકે,'વનસ્પતિ' એક વર્ગક છે,'ઘઉં' એક વર્ગક છે અને 'સસ્તન' પણ એક વર્ગક છે. કુતરો એ સસ્તન છે અને સસ્તન એ પ્રાણીઓ છે,તેથી આ વિવિધ સ્તરે વર્ગકોનું પ્રતિનિધિત્વ કરે છે.
$\rightarrow$ Taxonomy (વર્ગીકરણ વિદ્યા): લાક્ષણિકતાઓના આધારે,તમામ જીવંત સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકરણની આ પ્રક્રિયાને 'ટેક્સોનોમી' કહેવામાં આવે છે.
$\rightarrow$ બાહ્ય અને આંતરિક રચના,કોષની રચના,વિકાસ પ્રક્રિયા અને સજીવોની પરિસ્થિતિકીય માહિતી એ આધુનિક વર્ગીકરણ અભ્યાસનો આધાર છે. લક્ષણીકરણ,ઓળખવિધિ,વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાની પાયાની પ્રક્રિયાઓ છે.
$\rightarrow$ Systematics (પદ્ધતિસર વિજ્ઞાન): મનુષ્યો હંમેશા વિવિધ પ્રકારના સજીવો અને તેમની વિવિધતા તેમજ તેમની વચ્ચેના સંબંધો વિશે જાણવામાં રસ ધરાવતા હતા. અભ્યાસની આ શાખાને 'પદ્ધતિસર વિજ્ઞાન' કહેવામાં આવે છે.
$\rightarrow$ 'પદ્ધતિસર વિજ્ઞાન' શબ્દ લેટિન શબ્દ 'સિસ્ટમા' પરથી આવ્યો છે,જેનો અર્થ સજીવોની વ્યવસ્થિત ગોઠવણી થાય છે. લિનિયસે તેમના પ્રકાશનનું શીર્ષક 'સિસ્ટમા નેચુરી' રાખ્યું હતું. પાછળથી પદ્ધતિસર વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં ઓળખવિધિ,નામકરણ અને વર્ગીકરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.