પોલિસેકેરાઈડ્સ અને ડાયસેકેરાઈડ્સનું પાચન કેવી રીતે થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બોદિતોનું પાચન મુખગુહા અને નાના આંતરડામાં થાય છે. કાર્બોદિતો પર કાર્ય કરતા ઉત્સેચકોને સામૂહિક રીતે કાર્બોહાઈડ્રેઝ કહેવામાં આવે છે.
મુખગુહામાં પાચન:
ખોરાક મુખમાં પ્રવેશતા જ તે લાળ સાથે ભળે છે. લાળગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત લાળમાં લાળીય એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે. આ ઉત્સેચક $pH\, 6.8$ પર સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.
$Starch \xrightarrow[pH\, 6.8]{\text{Salivary amylase}} \text{Maltose} + \text{Isomaltose} + \text{Limit dextrins}$
લાળીય એમાયલેઝ અન્નનળીમાં કાર્ય કરવાનું ચાલુ રાખે છે,પરંતુ જઠરમાં એસિડિક વાતાવરણને કારણે તેની ક્રિયા અટકી જાય છે.
નાના આંતરડામાં પાચન:
નાના આંતરડામાં કાર્બોદિતોનું પાચન ફરી શરૂ થાય છે. સ્વાદુપિંડના રસમાં સ્વાદુપિંડીય એમાયલેઝ હોય છે,જે પોલિસેકેરાઈડ્સનું ડાયસેકેરાઈડ્સમાં જળવિભાજન કરે છે.
$Starch \xrightarrow{\text{Pancreatic amylase}} \text{Disaccharides}$
આંત્રરસમાં વિવિધ ડાયસેકેરાઈડેઝ (માલ્ટેઝ,લેક્ટેઝ,સુક્રેઝ,વગેરે) હોય છે જે ડાયસેકેરાઈડ્સનું મોનોસેકેરાઈડ્સમાં પાચન પૂર્ણ કરે છે:
$Maltose \xrightarrow{\text{Maltase}} 2 \text{ Glucose}$
$Lactose \xrightarrow{\text{Lactase}} \text{Glucose} + \text{Galactose}$
$Sucrose \xrightarrow{\text{Sucrase}} \text{Glucose} + \text{Fructose}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની નીપજો ઓળખો:
પ્રોટીન્સ,પેપ્ટોન્સ,પ્રોટિઓઝીસ $\rightarrow$ $P$
સ્ટાર્ચ $\rightarrow$ $Q$
લિપિડ $\rightarrow$ $R$
ન્યુક્લિક એસિડ $\rightarrow$ $S$

ટાયલિન જઠરમાં કાર્ય કરી શકતું નથી કારણ કે તે $......$ બને છે.

જઠરમાં એસિડનો સ્ત્રાવ કોના દ્વારા ઉત્તેજિત થાય છે?

ચરબીના તૈલોદીકરણ (emulsification) માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo