નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

  • A
    લોલકના ગોળાનું દળ જેટલું વધારે,તેની દોલન આવૃત્તિ તેટલી જ ઓછી હોય છે.
  • B
    $M$ દળ ધરાવતા ગોળાવાળું સાદું લોલક ${40^\circ}$ ના કોણીય કંપવિસ્તાર સાથે દોલન કરે છે. જ્યારે તેનો કોણીય કંપવિસ્તાર ${20^\circ}$ હોય,ત્યારે દોરીમાં તણાવ $Mg \cos {20^\circ}$ કરતા ઓછો હોય છે.
  • C
    જેમ સાદા લોલકની લંબાઈ વધારવામાં આવે છે,તેમ તેના દોલન દરમિયાન તેના ગોળાનો મહત્તમ વેગ પણ ઘટે છે.
  • D
    તાપમાન બદલાતા લોલકના આવર્તકાળમાં થતો આંશિક ફેરફાર લોલકની લંબાઈથી સ્વતંત્ર હોય છે.

Explore More

Similar Questions

$m$ દળનો એક બ્લોક $R$ ત્રિજ્યાની સ્થિર ઘર્ષણરહિત અંતર્ગોળ સપાટી પર સરકે છે. તેને સૌથી નીચા બિંદુ $Q$ થી $H \ll R$ ઊંચાઈએ આવેલા બિંદુ $P$ પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે.
$(a)$ સૌથી નીચા બિંદુ $Q$ ને સ્થિતિ ઊર્જા માટે સંદર્ભ સ્તર તરીકે લેતા,$\theta$ ના વિધેય તરીકે સ્થિતિ ઊર્જા કેટલી હશે?
$(b)$ $\theta$ ના વિધેય તરીકે ગતિ ઊર્જા કેટલી હશે?
$(c)$ કણને બિંદુ $P$ થી સૌથી નીચા બિંદુ $Q$ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?
$(d)$ બિંદુ $Q$ પર બ્લોક દ્વારા અંતર્ગોળ સપાટી પર કેટલું બળ લગાડવામાં આવે છે?

$l$ લંબાઈના લોલકનો ગોળો તેની સંતુલન સ્થિતિમાંથી $\theta$ ખૂણે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ ગોળો તેની સંતુલન સ્થિતિમાંથી $v$ ઝડપે પસાર થાય છે,જ્યાં $v$ બરાબર છે

$f$ આવૃત્તિ ધરાવતા સાદા લોલકનો ગોળો ધાતુનો છે. જો ગોળાને ઋણ વીજભારિત કરવામાં આવે અને તેની નીચે મોટી ધન વીજભારિત પ્લેટ રાખીને દોલનો કરાવવામાં આવે,તો આવૃત્તિ કેટલી થશે?

એક એન્જિનમાં,પિસ્ટન $7\, cm$ ના કંપનવિસ્તાર સાથે ઉર્ધ્વ સરળ આવર્ત ગતિ કરે છે. એક વોશર પિસ્ટનની ઉપર રાખેલ છે અને તેની સાથે ગતિ કરે છે. મોટરની ઝડપ ધીમે ધીમે વધારવામાં આવે છે. પિસ્ટનની જે આવૃત્તિએ વોશર પિસ્ટનના સંપર્કમાં રહેતું નથી,તે લગભગ ...... $Hz$ છે.

બે સાદા લોલક જેની લંબાઈ $100 \ cm$ અને $121 \ cm$ છે,તેમને એકબીજાની બાજુમાં લટકાવવામાં આવ્યા છે. તેમના ગોળાને એકસાથે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. લાંબા લોલકના કેટલા ન્યૂનતમ દોલનો પછી,બંને ફરીથી સમાન કળામાં (in phase) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo