$52$ પત્તાંના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. નીચેના મેળવવાની સંભાવના શોધો:
$(i)$ લાલ રંગનો રાજા
$(ii)$ મુખમુદ્રાવાળું પત્તું (ફેસ કાર્ડ)
$(iii)$ લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું
$(iv)$ લાલનો ગલ્લો (જેક)
$(v)$ કાળીનું પત્તું (સ્પેડ)
$(vi)$ ચોકટની રાણી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-D) સારી રીતે ચીપેલા પત્તાંના ડેકમાં કુલ પત્તાંની સંખ્યા $= 52$.
$(i)$ લાલ રંગના રાજાની કુલ સંખ્યા $= 2$ (લાલનો રાજા અને ચોકટનો રાજા).
$P(\text{લાલ રંગનો રાજા}) = \frac{2}{52} = \frac{1}{26}$.
$(ii)$ મુખમુદ્રાવાળા પત્તાંની (રાજા,રાણી અને ગલ્લા) કુલ સંખ્યા $= 3 \times 4 = 12$.
$P(\text{મુખમુદ્રાવાળું પત્તું}) = \frac{12}{52} = \frac{3}{13}$.
$(iii)$ લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તાંની (લાલ અને ચોકટ) કુલ સંખ્યા $= 3 + 3 = 6$.
$P(\text{લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું}) = \frac{6}{52} = \frac{3}{26}$.
$(iv)$ લાલના ગલ્લાની કુલ સંખ્યા $= 1$.
$P(\text{લાલનો ગલ્લો}) = \frac{1}{52}$.
$(v)$ કાળીના પત્તાંની કુલ સંખ્યા $= 13$.
$P(\text{કાળીનું પત્તું}) = \frac{13}{52} = \frac{1}{4}$.
$(vi)$ ચોકટની રાણીની કુલ સંખ્યા $= 1$.
$P(\text{ચોકટની રાણી}) = \frac{1}{52}$.

Explore More

Similar Questions

એક થેલીમાં $1$ થી $100$ સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ છે. જો ફાતિમા થેલીમાંથી યાદચ્છિક રીતે એક ચિઠ્ઠી પસંદ કરે,તો તે કાં તો એકી સંખ્યા હશે અથવા બેકી સંખ્યા હશે. આ પરિસ્થિતિમાં માત્ર બે જ શક્ય પરિણામો હોવાથી,દરેકની સંભાવના $\frac{1}{2}$ છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

જો $P(A)$ એ ઘટના $A$ ની સંભાવના દર્શાવતું હોય,તો

એક રમકડાની દુકાનમાં,એક બોક્સમાં $10$ રમકડાં છે જેમાંથી $3$ રમકડાં ખામીયુક્ત છે. ગ્રાહક ફક્ત ખામી રહિત રમકડું જ ખરીદશે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ રમકડું ગ્રાહક દ્વારા ખરીદવામાં આવે તેની સંભાવના .............. છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. સંભાવનાની ગણતરી કરો કે પત્તું
$(i)$ એક્કો હશે,
$(ii)$ એક્કો નહીં હોય.

બે પાસાને એકસાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો તફાવત $2$ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo