ઇલેક્ટ્રોડ અને હાફ-સેલ (અર્ધ-કોષ) એટલે શું? યોગ્ય ઉદાહરણ સાથે તેમની સાંકેતિક રજૂઆત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇલેક્ટ્રોડ: ગેલ્વેનિક અથવા ઇલેક્ટ્રોલિટીક કોષમાં,ધાતુના સળિયા કે પ્લેટને તેના ક્ષારના દ્રાવણમાં મૂકવાથી બનતી પ્રણાલીને ઇલેક્ટ્રોડ કહે છે,જેમાં પ્રવાહ અથવા ઇલેક્ટ્રોનનું વહન થાય છે.
હાફ-સેલ (અર્ધ-કોષ): ઇલેક્ટ્રોડ અને તે જે દ્રાવણમાં રાખેલ છે તેવી પ્રણાલી,જેમાં ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા શક્ય હોય,તેને હાફ-સેલ કહે છે.
સાંકેતિક રજૂઆત: ધાતુ અને તેના આયન વચ્ચે ઉભી રેખા દોરવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયા માટે પ્રણાલી મુજબ $\text{ધાતુ આયન} \mid \text{ધાતુ}$ લખાય છે.
રિડક્શન માટે: $Zn^{2+} + 2e^{-} \rightarrow Zn$ ની સાંકેતિક રજૂઆત $Zn_{(aq)}^{2+} \mid Zn_{(s)}$ છે.
ઓક્સિડેશન માટે: $Zn_{(s)} \rightarrow Zn^{2+} + 2e^{-}$ ની સાંકેતિક રજૂઆત $Zn_{(s)} \mid Zn_{(aq)}^{2+}$ છે.
જો પ્રક્રિયક કે નીપજ વાયુ કે પ્રવાહી હોય,તો સામાન્ય રીતે પ્લેટિનમ $(Pt)$ નો ઉપયોગ થાય છે. ઉદાહરણો:
$(i)$ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ:
એનોડ (ઓક્સિડેશન): $Pt_{(s)} \mid H_{2(g)} \ (1 \ \text{bar}) \mid H_{(aq)}^{+}$
કેથોડ (રિડક્શન): $H_{(aq)}^{+} \mid H_{2(g)} \ (1 \ \text{bar}) \mid Pt_{(s)}$
$(ii)$ બ્રોમિન ઇલેક્ટ્રોડ:
કેથોડ (રિડક્શન): $Pt_{(s)} \mid Br_{2(aq)} \mid Br_{(aq)}^{-}$
એનોડ (ઓક્સિડેશન): $Br_{(aq)}^{-} \mid Br_{2(aq)} \mid Pt_{(s)}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી (વિદ્યુતરસાયણવિજ્ઞાન) એટલે શું? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ઉપયોગો જણાવો.

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન કેથોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

ગેલ્વેનિક કોષ વિશે સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે:
$(a)$ વિદ્યુતપ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે
$(b)$ એનોડ ધન ટર્મિનલ છે
$(c)$ જો $E_{cell} < 0$ હોય,તો તે સ્વયંભૂ પ્રક્રિયા છે
$(d)$ કેથોડ ધન ટર્મિનલ છે

સંયોજન $A$ જે પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વપરાય છે તે સ્વભાવે ઉભયગુણી (amphoteric) છે. તે લેડ સ્ટોરેજ બેટરીનો એક ભાગ છે. સંયોજન $A$ કયું છે?

ગેલ્વેનિક કોષ દર્શાવો જેમાં પ્રક્રિયા $Zn_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ થાય છે,વધુમાં દર્શાવો:
$(i)$ કયો ઇલેક્ટ્રોડ ઋણ ભારિત છે,
$(ii)$ કોષમાં વિદ્યુતપ્રવાહના વાહકો,અને
$(iii)$ દરેક ઇલેક્ટ્રોડ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo