હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હોમોલેપ્ટિક કાર્બોનિલ એટલે એવા ધાતુ કાર્બોનિલ જેમાં માત્ર કાર્બોનિલ $(CO)$ લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હોય છે.
આ સંયોજનો મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ દ્વારા બને છે. આ કાર્બોનિલ સરળ અને સુનિશ્ચિત બંધારણો ધરાવે છે. $[Ni(CO)_4]$,$[Fe(CO)_5]$ અને $[Cr(CO)_6]$ અનુક્રમે સમચતુષ્ફલકીય,ત્રિકોણીય દ્વિપિરામિડલ અને અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ડેકાકાર્બોનિલડાયમેંગેનીઝ $(0)$,$[Mn_2(CO)_{10}]$,બે ચોરસ પિરામિડલ $[Mn(CO)_5]$ એકમોના $Mn-Mn$ બંધ દ્વારા જોડાવાથી બને છે. ઓક્ટાકાર્બોનિલડાયકોબાલ્ટ $(0)$,$[Co_2(CO)_8]$,માં $Co-Co$ બંધ બે $CO$ સમૂહો દ્વારા સેતુબંધિત હોય છે.
ધાતુ કાર્બોનિલમાં,ધાતુ-કાર્બન બંધ $\sigma$ અને $\pi$ બંને લાક્ષણિકતા ધરાવે છે. $M-C$ $\sigma$ બંધ કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ધાતુની ખાલી કક્ષકમાં દાનથી બને છે.
$M-C$ $\pi$ બંધ ધાતુની ભરાયેલી $d$-કક્ષકમાંથી $CO$ ની ખાલી પ્રતિબંધકારક $\pi^*$ કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી બને છે. ધાતુથી લિગેન્ડ તરફનું બંધન એક સહાયક (synergic) અસર ઉત્પન્ન કરે છે,જે ધાતુ અને $CO$ વચ્ચેના બંધને મજબૂત બનાવે છે.

Explore More

Similar Questions

મેટલ કાર્બોનિલ સંકીર્ણોમાં મેટલ અને $CO$ વચ્ચે $\pi$-બંધનમાં સામેલ ઓર્બિટલ્સની સાચી જોડી કઈ છે?

નીચેનામાંથી કોને વિલ્કિન્સનનો ઉદ્દીપક (Wilkinson's catalyst) કહેવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: મેટલ કાર્બોનિલ્સમાં મેટલ-કાર્બન બંધ $\sigma$ અને $\pi$ બંને લાક્ષણિકતાઓ ધરાવે છે.
કારણ $(R)$: લિગાન્ડ-થી-મેટલ બંધ એ $\sigma$ બંધ છે અને મેટલ-થી-લિગાન્ડ બંધ એ $\pi$ બંધ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેના પૈકી કયું કાર્બનિક ધાત્વિક સંયોજન $\sigma$ અને $\pi$ બંને પ્રકારના બંધ ધરાવે છે?

Difficult
View Solution

$\sigma$-બંધિત ઓર્ગેનોમેટાલિક સંયોજનનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo