$(A)$ આર્હેનિયસ અને $(B)$ બ્રોન્સ્ટેડ-લોરી અનુસાર એસિડ-બેઇઝ અને તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-D) આર્હેનિયસ એસિડ-બેઇઝ સિદ્ધાંત: આ સિદ્ધાંત મુજબ એસિડ કે બેઇઝની પ્રબળતા જલીય દ્રાવણમાં તેમના આયનીકરણ પર આધાર રાખે છે.
- પ્રબળ એસિડ: જે એસિડનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે. ઉદાહરણ: પરક્લોરિક એસિડ $(HClO_4)$,હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$,હાઇડ્રોબ્રોમિક એસિડ $(HBr)$,હાઇડ્રોઆયોડિક એસિડ $(HI)$,નાઇટ્રિક એસિડ $(HNO_3)$ અને સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$.
- પ્રબળ બેઇઝ: જે બેઇઝનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે. ઉદાહરણ: લિથિયમ હાઇડ્રોક્સાઇડ $(LiOH)$,સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$,પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ $(KOH)$,સીઝિયમ હાઇડ્રોક્સાઇડ $(CsOH)$ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ $(Ba(OH)_2)$.
- નિર્બળ એસિડ-બેઇઝ: જેનું જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ થાય છે. ઉદાહરણ: $Mg(OH)_2$ અને $Ca(OH)_2$ નિર્બળ બેઇઝ છે; $HCN, H_2S, H_3PO_4$ નિર્બળ એસિડ છે.
$(B)$ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ-બેઇઝ સિદ્ધાંત: પ્રબળ એસિડ એટલે સારો પ્રોટોન દાતા અને પ્રબળ બેઇઝ એટલે સારો પ્રોટોન સ્વીકારનાર.
- પ્રબળ એસિડ: પ્રબળ એસિડ સરળતાથી પ્રોટોનનું દાન કરે છે. તેમના સંયુગ્મી બેઇઝ ખૂબ જ નિર્બળ હોય છે. ઉદાહરણ: $(HClO_4, HCl, HBr, HI, HNO_3, H_2SO_4)$ પ્રબળ એસિડ છે.
- સંયુગ્મી બેઇઝ: આ પ્રબળ એસિડના સંયુગ્મી બેઇઝ જેવા કે $(ClO_4^-, Cl^-, Br^-, I^-, NO_3^-, HSO_4^-)$ પાણી કરતા પણ નિર્બળ બેઇઝ છે.

Explore More

Similar Questions

$Br\o nsted-Lowry$ ના સિદ્ધાંત મુજબ,પાણી એ શું છે?

નીચેનામાંથી કયું એસિડિક ક્ષાર નથી?

નીચેનામાંથી કયો એસિડ સૌથી નિર્બળ છે?

$NH_3$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

$HC_2O_4^{-} + PO_4^{3-} \rightarrow HPO_4^{2-} + C_2O_4^{2-}$ પ્રક્રિયામાં બે બ્રોન્સ્ટેડ બેઇઝ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo