સીઝિયમનું કાર્ય વિધેય (work function) $2.14 \ eV$ છે. શોધો:
$(a)$ સીઝિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ,અને
$(b)$ જો સ્ટોપિંગ પોટેન્શિયલ $0.60 \ V$ દ્વારા ફોટોકરન્ટ શૂન્ય કરવામાં આવે,તો આપાત પ્રકાશની તરંગલંબાઇ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કટ-ઓફ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ માટે,આપાત વિકિરણની ઉર્જા $h \nu_{0}$ એ કાર્ય વિધેય $\phi_{0}$ જેટલી હોવી જોઈએ,તેથી
$\nu_{0} = \frac{\phi_{0}}{h} = \frac{2.14 \ eV}{6.63 \times 10^{-34} \ J \cdot s}$
$= \frac{2.14 \times 1.6 \times 10^{-19} \ J}{6.63 \times 10^{-34} \ J \cdot s} = 5.16 \times 10^{14} \ Hz$
આમ,આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ માટે,કોઈ ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી.
$(b)$ જ્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ રિટાર્ડિંગ પોટેન્શિયલ $V_{0}$ દ્વારા મળતી સ્થિતિ ઉર્જા $e V_{0}$ જેટલી થાય,ત્યારે ફોટોકરન્ટ શૂન્ય થઈ જાય છે. આઈન્સ્ટાઈનનું ફોટોઈલેક્ટ્રિક સમીકરણ છે:
$e V_{0} = h \nu - \phi_{0} = \frac{h c}{\lambda} - \phi_{0}$
$\lambda = \frac{h c}{e V_{0} + \phi_{0}}$
$= \frac{(6.63 \times 10^{-34} \ J \cdot s) \times (3 \times 10^{8} \ m/s)}{(0.60 \ eV + 2.14 \ eV) \times 1.6 \times 10^{-19} \ J/eV}$
$= \frac{19.89 \times 10^{-26} \ J \cdot m}{4.384 \times 10^{-19} \ J} \approx 454 \ nm$

Explore More

Similar Questions

$7.21 \times 10^{14} \; Hz$ ની આવૃત્તિ ધરાવતો પ્રકાશ એક ધાતુની સપાટી પર આપાત થાય છે. સપાટી પરથી $6.0 \times 10^{5} \; m/s$ ની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ફોટો-ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

$1\, cm$ ત્રિજ્યા અને $4.47\, eV$ વર્ક ફંક્શન ધરાવતા તાંબાના ગોળા પર $2500\, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આપાત કરવામાં આવે છે. આ વિકિરણની અસરને કારણે ગોળામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આથી ગોળો વીજભારિત થાય છે અને તેના પર એક નિશ્ચિત પોટેન્શિયલ ઉદભવે છે. ગોળા પરનો વીજભાર શોધો:

જ્યારે ધાતુ પર પડતા વિકિરણની તરંગલંબાઈ $500 \, nm$ થી બદલીને $200 \, nm$ કરવામાં આવે છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ત્રણ ગણી થઈ જાય છે. ધાતુનું વર્ક ફંક્શન આશરે $..... \, eV$ છે.

એક ધાતુનું વર્ક ફંક્શન $h \nu_0$ છે. $\nu$ આવૃત્તિનો પ્રકાશ આ ધાતુ પર આપાત થાય છે. ફોટોઈલેક્ટ્રિક અસર ત્યારે જ થશે જો

ફોટોઈલેક્ટ્રિક અસર માં, સ્ટોપિંગ પોટેન્શિયલ શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo