સમાન દ્રવ્યના $L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાના બે છેડાઓને સમાન તાપમાનના તફાવત પર રાખવામાં આવે છે. નીચેનામાંથી કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

  • A
    $L = 50 \, cm; r = 1 \, cm$
  • B
    $L = 100 \, cm; r = 2 \, cm$
  • C
    $L = 25 \, cm; r = 0.5 \, cm$
  • D
    $L = 75 \, cm; r = 1.5 \, cm$

Explore More

Similar Questions

ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બાજુના સળિયાઓની ઉષ્મીય વાહકતા $2K$ છે જ્યારે વચ્ચેના સળિયાની ઉષ્મીય વાહકતા $K$ છે. સંયોજનનો ડાબો છેડો $3T$ તાપમાને અને જમણો છેડો $T$ તાપમાને રાખવામાં આવ્યો છે. સળિયાઓ બહારથી ઉષ્મીય રીતે અવાહક છે. સ્થાયી અવસ્થામાં,ડાબા જંકશન પરનું તાપમાન $T_1$ છે અને જમણા જંકશન પરનું તાપમાન $T_2$ છે. ગુણોત્તર $T_1 / T_2$ કેટલો થાય?

સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને એક જ ધાતુમાંથી બનેલા ત્રણ સળિયા સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ની બાજુઓ બનાવે છે,જે $B$ આગળ કાટખૂણે છે. બિંદુઓ $A$ અને $B$ ને અનુક્રમે $T$ અને $\sqrt{2}T$ તાપમાને રાખવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં બિંદુ $C$ નું તાપમાન $T_C$ છે. માત્ર ઉષ્મા વહન થાય છે તેમ ધારીને,$\frac{T_C}{T}$ ની કિંમત શોધો.

$3 \ cm$ જાડી ધાતુની પ્લેટની બે બાજુઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $15^{\circ} C$ છે. સ્થાયી અવસ્થામાં પ્લેટમાંથી ઉષ્માનું વહન $900 \ kcal$ પ્રતિ મિનિટ પ્રતિ $m^2$ ના દરે થાય છે. ધાતુની ઉષ્મીય વાહકતા શોધો.

એક આઈસ બોક્સનો ઉપયોગ ખોરાકને ઠંડો રાખવા માટે થાય છે,જેનું ક્ષેત્રફળ $1 \, m^2$ અને જાડાઈ $5.0 \, cm$ છે. આઈસ બોક્સના મટીરીયલની ઉષ્માવાહકતા $K = 0.01 \, J/(m \cdot s \cdot ^\circ C)$ છે. અંદરનું તાપમાન $0 \, ^\circ C$ અને બહારનું તાપમાન $30 \, ^\circ C$ છે. જો બરફની ગલનગુપ્ત ઉષ્મા $334 \times 10^3 \, J/kg$ હોય,તો એક દિવસમાં પીગળતા બરફનું દળ શોધો.

બે સ્તરની ભઠ્ઠીની દીવાલના દરેક સ્તરમાં તાપમાનનો ઘટાડો આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે બાહ્ય તાપમાન $T_1$ અને $T_3$ અચળ રાખવામાં આવે છે અને $T_1 > T_3$ છે. જો સ્તરોની જાડાઈ $x_1$ અને $x_2$ સમાન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo