સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને છેડેથી જોડીને ભાર લટકાવવામાં આવે છે. બે તારના દ્રવ્યોના યંગ મોડ્યુલસ $Y_{1}$ અને $Y_{2}$ છે. જો આ સંયોજન એક જ તાર તરીકે વર્તે,તો તેનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો થાય?

  • A
    $Y = \frac{Y_{1} Y_{2}}{Y_{1} + Y_{2}}$
  • B
    $Y = \frac{2 Y_{1} Y_{2}}{3(Y_{1} + Y_{2})}$
  • C
    $Y = \frac{2 Y_{1} Y_{2}}{Y_{1} + Y_{2}}$
  • D
    $Y = \frac{Y_{1} Y_{2}}{2(Y_{1} + Y_{2})}$

Explore More

Similar Questions

$40\,^oC$ તાપમાને,$1\, mm$ વ્યાસનો પિત્તળનો તાર છત પરથી લટકાવેલ છે. તારના મુક્ત છેડે $M$ દળ લટકાવેલ છે. જ્યારે તારને $40\,^oC$ થી $20\,^oC$ સુધી ઠંડો કરવામાં આવે છે,ત્યારે તે તેની મૂળ લંબાઈ $0.2\, m$ પાછી મેળવે છે. $M$ નું મૂલ્ય ........$kg$ ની નજીક છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $\alpha = 10^{-5}/^oC$ અને યંગ મોડ્યુલસ $Y = 10^{11}\, N/m^2$ છે; $g = 10\, ms^{-2}$)

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતી લાકડાની ગોળાકાર તકતીમાં બેસાડવામાં આવે છે. જો રીંગના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય, તો ધાતુની રીંગ જે બળથી વિસ્તરે છે તે શોધો.

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ $Y \, N/m^2$ છે. સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ કેટલો થશે?

આડછેદનું ક્ષેત્રફળ $a$ અને લંબાઈ $l$ ધરાવતા પાતળા તારની એક રીંગને $\sigma$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડુબાડીને બહાર કાઢવામાં આવે છે જેથી રીંગમાં પ્રવાહીનું એક પડ બને છે. જો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો રીંગમાં ઉદ્ભવતી રેખીય વિકૃતિ કેટલી હશે?

Difficult
View Solution

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર નિશ્ચિત આધાર પરથી લટકાવેલો છે. જ્યારે તેના મુક્ત છેડે $M$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તારની લંબાઈ બદલાઈને $L_{1}$ થાય છે. યંગ મોડ્યુલસ માટેનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo