ક્લોરોફાયસી (Chlorophyceae) પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી લીલ (green algae) કહેવામાં આવે છે.
બંધારણ અને લાક્ષણિકતાઓ:
- વનસ્પતિ દેહ એકકોષીય,વસાહતી અથવા તંતુમય હોઈ શકે છે.
- ક્લોરોફિલ $a$ અને $b$ રંજકદ્રવ્યોની પ્રભુતાને કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ જેવા લીલા રંગના હોય છે.
- રંજકદ્રવ્યો ચોક્કસ હરિતકણોમાં સ્થાન પામેલા હોય છે. વિવિધ પ્રજાતિઓમાં હરિતકણો તકતી આકારના,પ્લેટ જેવા,જાળીદાર,પ્યાલા આકારના,સર્પાકાર અથવા રિબન આકારના હોઈ શકે છે.
- મોટાભાગના સભ્યોમાં હરિતકણમાં એક અથવા વધુ સંગ્રહકો આવેલા હોય છે,જેને પાયરેનોઈડ્સ (pyrenoids) કહે છે. પાયરેનોઈડ્સમાં સ્ટાર્ચ ઉપરાંત પ્રોટીન પણ હોય છે.
- લીલી લીલ સામાન્ય રીતે સખત કોષદીવાલ ધરાવે છે જે અંદરના સ્તરે સેલ્યુલોઝ અને બહારના સ્તરે પેક્ટોઝની બનેલી હોય છે.
લીલી લીલમાં પ્રજનન:
- વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા અથવા વિવિધ પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે.
- અલિંગી પ્રજનન કશાધારી ચલ બીજાણુઓ (zoospores) દ્વારા થાય છે જે ચલ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે.
- લિંગી પ્રજનન લિંગી કોષોના પ્રકાર અને નિર્માણમાં ઘણી વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુક (isogamous),અસમજન્યુક (anisogamous) અથવા અંડજન્યુક (oogamous) હોઈ શકે છે.
- ઉદાહરણો: ક્લેમિડોમોનાસ $(Chlamydomonas)$,વોલ્વોક્સ $(Volvox)$,યુલોથ્રિક્સ $(Ulothrix)$,સ્પાયરોગાયરા $(Spirogyra)$ અને કારા $(Chara)$ સામાન્ય રીતે જોવા મળતી લીલી લીલ છે.

Explore More

Similar Questions

લીલની કોષદીવાલમાં કયું ખનીજ તત્વ જોવા મળે છે?

$Phaeophyceae$ ના સભ્યોના સુકાય (thallus) સાથે નીચેનામાંથી શું સંબંધિત નથી?

હોલ્ડફાસ્ટ (holdfast),સ્ટાઈપ (stipe) અને ફ્રોન્ડ (frond) ધરાવતું વનસ્પતિ શરીર એ કોની લાક્ષણિકતા છે?

પેશીઓ અને અંગોવિહીન વનસ્પતિદેહ માટે કયો શબ્દ વપરાય છે?

લીલના વર્ગીકરણનો આધાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo