(N/A) તમે જોઈ શકો છો કે:
$(i)$ બિંદુ $A$ એ $y$-અક્ષથી $+4$ એકમ અંતરે અને $x$-અક્ષથી $0$ અંતરે છે. તેથી,$A$ નો $x$-યામ $4$ છે અને $y$-યામ $0$ છે. આમ,$A$ ના યામ $(4, 0)$ છે.
(ii) બિંદુ $B$ એ ઉગમબિંદુથી $3$ એકમ અંતરે $y$-અક્ષ પર છે. તેથી,$x$-યામ $0$ છે અને $y$-યામ $3$ છે. આમ,$B$ ના યામ $(0, 3)$ છે.
(iii) બિંદુ $C$ એ ઉગમબિંદુની ડાબી બાજુએ $5$ એકમ અંતરે $x$-અક્ષ પર છે. તેથી,$x$-યામ $-5$ છે અને $y$-યામ $0$ છે. આમ,$C$ ના યામ $(-5, 0)$ છે.
(iv) બિંદુ $D$ એ ઉગમબિંદુની નીચે $4$ એકમ અંતરે $y$-અક્ષ પર છે. તેથી,$x$-યામ $0$ છે અને $y$-યામ $-4$ છે. આમ,$D$ ના યામ $(0, -4)$ છે.
$(v)$ બિંદુ $E$ એ ઉગમબિંદુથી $\frac{2}{3}$ એકમ અંતરે $x$-અક્ષ પર છે. તેથી,$x$-યામ $\frac{2}{3}$ છે અને $y$-યામ $0$ છે. આમ,$E$ ના યામ $(\frac{2}{3}, 0)$ છે.