$1\, kg$ દળ ધરાવતા પદાર્થને દોરીના એક છેડે બાંધીને $0.1\, m$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $3$ પરિભ્રમણ/સેકન્ડની ઝડપે ફેરવવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસર અવગણ્ય માનતા,રેખીય વેગ,પ્રવેગ અને દોરીમાં તણાવ કેટલું હશે?

  • A
    $1.88\, m/s, 35.5\, m/s^2, 35.5\, N$
  • B
    $2.88\, m/s, 45.5\, m/s^2, 45.5\, N$
  • C
    $3.88\, m/s, 55.5\, m/s^2, 55.5\, N$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ ઉગમબિંદુ $O$ થી શરૂ કરીને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $0.5\,m/s$ અને $1.5\,m/s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે અથડાય તે સમય ........ $\text{s}$ છે.

એક કણ $t=0$ સમયે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $xy$-સમતલમાં $y$-દિશામાં અચળ પ્રવેગ $a$ સાથે ગતિ કરે છે. જો કણનું ગતિનું સમીકરણ $y = bx^2$ હોય (જ્યાં $b$ અચળાંક છે),તો $x$-દિશામાં તેનો વેગનો ઘટક કેટલો હશે?

સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે,સમયના વિધેય તરીકે વેગ અને $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $\theta(t) = \tan^{-1}\left(\frac{v_{0y} - gt}{v_{0x}}\right)$ દ્વારા આપવામાં આવે છે.
સાબિત કરો કે ઉગમબિંદુથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થ માટે પ્રક્ષેપણ કોણ $\theta_0$ એ $\theta_0 = \tan^{-1}\left(\frac{4h_m}{R}\right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેમની ઝડપ એવી છે કે તેઓ સમાન સમય $t$ માં વર્તુળ પૂર્ણ કરે છે. તેમના કેન્દ્રગામી બળનો ગુણોત્તર કેટલો થાય?

એક એથ્લેટ $10 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ટ્રેકનો એક આંટો $40 \, sec$ માં પૂર્ણ કરે છે. તો $2 \, min \ 20 \, sec$ માં તેના દ્વારા કાપેલું અંતર ........ $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo