વર્ગ ઉભયજીવી (Amphibia) અને સરીસૃપ (Reptilia) માં આવતા પ્રાણીઓના નિવાસસ્થાન અને બાહ્ય લક્ષણો વિશે ટિપ્પણી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઉભયજીવી (Amphibia):
- નામ સૂચવે છે તેમ (Gr.,Amphi: બેવડું,bios: જીવન),ઉભયજીવીઓ જલીય તેમજ સ્થલીય નિવાસસ્થાનમાં રહી શકે છે.
- તેમનામાં મોટાભાગે બે જોડ ઉપાંગો હોય છે.
- શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે.
- કેટલાકમાં પૂંછડી હાજર હોઈ શકે છે.
- ઉભયજીવીઓની ત્વચા ભીની (ભીંગડા વગરની) હોય છે.
- આંખોમાં પોપચાં હોય છે.
- કર્ણપટલ (tympanum) કાનનું પ્રતિનિધિત્વ કરે છે.
- પાચનમાર્ગ,મૂત્રજનનમાર્ગ અને પ્રજનનમાર્ગ એક સામાન્ય કોટરમાં ખુલે છે જેને અવસારણી (cloaca) કહે છે,જે બહારની તરફ ખુલે છે.
- શ્વસન ઝાલર,ફેફસાં અને ત્વચા દ્વારા થાય છે.
- હૃદય ત્રિખંડી (બે કર્ણક અને એક ક્ષેપક) હોય છે.
- આ શીત રુધિરવાળા (અસમતાપી) પ્રાણીઓ છે.
- લિંગ અલગ-અલગ હોય છે.
- ફલન બાહ્ય હોય છે.
- તેઓ અંડપ્રસવી છે અને વિકાસ સીધો અથવા પરોક્ષ હોય છે.
- ઉદાહરણો: Bufo (ટોડ),Rana (દેડકો),Hyla (ટ્રી ફ્રોગ),Salamandra (સલામેન્ડર),Ichthyophis (પગવિહીન ઉભયજીવી).
સરીસૃપ (Reptilia):
- વર્ગનું નામ તેમના સરકવાની કે પેટે ચાલવાની રીત પરથી પડ્યું છે (Latin,repere અથવા reptum: સરકવું).
- તેઓ મુખ્યત્વે સ્થલીય પ્રાણીઓ છે અને તેમનું શરીર શુષ્ક અને શિંગીભૂત ત્વચા,અધિચર્મીય ભીંગડા કે કવચ દ્વારા ઢંકાયેલું હોય છે.
- તેમનામાં બાહ્ય કર્ણ છિદ્રો હોતા નથી. કર્ણપટલ કાનનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઉપાંગો,જો હાજર હોય,તો બે જોડ હોય છે.
- હૃદય સામાન્ય રીતે ત્રિખંડી હોય છે,પરંતુ મગરમાં ચતુષ્ખંડી હોય છે.
- સરીસૃપો અસમતાપી છે.
- સાપ અને ગરોળી તેમની ત્વચાને કાંચળી તરીકે ઉતારે છે.
- લિંગ અલગ-અલગ હોય છે.
- ફલન અંતઃ હોય છે.
- તેઓ અંડપ્રસવી છે અને વિકાસ સીધો હોય છે.
- ઉદાહરણો: Chelone (કાચબો),Testudo (ટોર્ટોઇઝ),Chameleon (વૃક્ષવાસી ગરોળી),Calotes (બગીચાની ગરોળી),Crocodilus (મગર),Alligator (એલિગેટર),Hemidactylus (ઘરની ગરોળી),ઝેરી સાપ - Naja (નાગ),Bangarus (ક્રેટ),Vipera (વાઇપર).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મૃદુકાય (molluscs) માં જોવા મળે છે પરંતુ શૂળત્વચી (echinoderms) માં જોવા મળતું નથી?

નીચેનામાંથી ખોટું યુગ્મ શોધો:

નીચેનામાંથી કયા સમુદાયોમાં ખુલ્લું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?
$(a)$ $Arthropoda$ (સંધિપાદ)
$(b)$ $Annelida$ (નૂપુરક)
$(c)$ $Chordata$ (મેરુદંડી)
$(d)$ $Mollusca$ (મૃદુકાય)

જળો,મચ્છર,ખટમલ અને ઉંદર વચ્ચે શું સામાન્ય છે?

પોપટ,બતકચાંચ (પ્લેટિપસ) અને કાંગારુમાં સામાન્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo