એક જ કાર્તેઝિયન સમતલ પર સુરેખ સમીકરણો $y=x$ અને $y=-x$ ના આલેખ દોરો.
તમે શું અવલોકન કરો છો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $y = x$ ના આલેખ પરના કોઈપણ બિંદુના $x$ અને $y$ યામ સમાન હશે. આ રેખા $(0,0), (1,1)$ અને $(-1,-1)$ બિંદુઓમાંથી પસાર થાય છે.
તે જ રીતે,$y = -x$ ના આલેખ પરના કોઈપણ બિંદુના $x$ અને $y$ યામ વિરુદ્ધ ચિહ્નો ધરાવતા હશે. આ રેખા $(1,-1)$ અને $(-1,1)$ બિંદુઓમાંથી પસાર થાય છે.
વધુમાં,બિંદુ $(0,0)$ એ સમીકરણ $y = -x$ નું સમાધાન કરે છે.
એક જ કાર્તેઝિયન સમતલ પર સુરેખ સમીકરણો $y = x$ અને $y = -x$ ના આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે.
આપણે અવલોકન કરીએ છીએ કે આ બંને સમીકરણોના આલેખ ઉગમબિંદુ $(0,0)$ માંથી પસાર થાય છે.

Explore More

Similar Questions

એક શહેરમાં ઓટોરિક્ષાનું ભાડું પ્રથમ કિલોમીટર માટે $Rs. 10$ અને ત્યારબાદના અંતર માટે $Rs. 4$ પ્રતિ કિલોમીટર લેવામાં આવે છે. આ વિધાનને દર્શાવતું સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.

$x+y=11$ સમીકરણનો આલેખ પ્રથમ ચરણ અને ............. માંથી પસાર થાય છે.

ગાડીને ખેંચવા માટે લગાડવામાં આવતું બળ એ પદાર્થમાં ઉત્પન્ન થતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને બે ચલવાળા સુરેખ સમીકરણ તરીકે દર્શાવો અને અચળ દળ $6 \,kg$ લઈને તેનો આલેખ દોરો. આલેખ પરથી,જ્યારે પ્રવેગ $(i)$ $5 \,m/s^2$ અને $(ii)$ $6 \,m/s^2$ હોય ત્યારે જરૂરી બળ શોધો.

Difficult
View Solution

સમીકરણ $3x - 1 = x + 7$ ઉકેલો અને ઉકેલ(ઓ) ને $(1)$ સંખ્યા રેખા પર $(2)$ કાર્તેઝિયન સમતલ પર દર્શાવો.

જો કોઈ પ્રવાહીના તાપમાનને કેલ્વિન એકમમાં $x^{\circ} K$ અથવા ફેરનહીટ એકમમાં $y^{\circ} F$ તરીકે માપી શકાય,તો તાપમાન માપવાની આ બે પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ નીચે મુજબના સુરેખ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે:
$y = \frac{9}{5}(x - 273) + 32$
$(i)$ જો પ્રવાહીનું તાપમાન $313^{\circ} K$ હોય,તો ફેરનહીટમાં તાપમાન શોધો.
$(ii)$ જો તાપમાન $158^{\circ} F$ હોય,તો કેલ્વિનમાં તાપમાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo