એક પક્ષપાતી પાસા (biased die) માટે,અલગ-અલગ સપાટીઓ ઉપર આવવાની સંભાવનાઓ નીચે મુજબ છે:
$Face$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$Probability$ $0.1$ $0.32$ $0.21$ $0.15$ $0.05$ $0.17$

પાસાને ઉછાળવામાં આવે છે અને તમને જણાવવામાં આવે છે કે કાં તો સપાટી $1$ અથવા $2$ ઉપર આવી છે. તો તે સપાટી $1$ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{5}{21}$
  • B
    $\frac{5}{22}$
  • C
    $\frac{4}{21}$
  • D
    $\text{આમાંથી કોઈ નહીં}$

Explore More

Similar Questions

થેલી $P$ માં $3$ સફેદ, $2$ લાલ, $5$ વાદળી દડા છે અને થેલી $Q$ માં $2$ સફેદ, $3$ લાલ, $5$ વાદળી દડા છે. થેલી $P$ માંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરીને થેલી $Q$ માં મૂકવામાં આવે છે. જો થેલી $Q$ માંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

જો $E$ અને $F$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય, જ્યાં $P(E)=0.3$ અને $P(E \cup F)=0.5$ હોય, તો $P(E|F)-P(F|E)$ ની કિંમત શોધો.

એક કાળો અને એક લાલ પાસો ફેંકવામાં આવે છે. જો કાળા પાસા પર $5$ મળે,તો સરવાળો $9$ થી વધુ મળે તેની શરતી સંભાવના શોધો.

એક થેલીમાં $4$ લાલ અને $6$ કાળા દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે,તેનો રંગ જોવામાં આવે છે અને આ દડાને સમાન રંગના $3$ વધારાના દડા સાથે થેલીમાં પાછો મૂકવામાં આવે છે. જો હવે થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો આ કાઢેલો દડો લાલ હોવાની સંભાવના કેટલી છે?

$00, 01, 02, \ldots, 49$ નંબરવાળી $50$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી ટિકિટના અંકોનો ગુણાકાર શૂન્ય હોય,તો તે ટિકિટના અંકોનો સરવાળો $8$ હોય તેની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo