સદિશોનો વાસ્તવિક સંખ્યાઓ સાથેનો ગુણાકાર એટલે શું,તે ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ સદિશ $\vec{A}$ નો ધન વાસ્તવિક સંખ્યા $\lambda$ સાથે ગુણાકાર કરવાથી મળતો નવો સદિશ $\lambda \vec{A}$ નું મૂલ્ય મૂળ સદિશ $\vec{A}$ ના મૂલ્ય કરતા $\lambda$ ગણું થાય છે અને તેની દિશા $\vec{A}$ ની દિશામાં જ રહે છે.
$|\lambda \vec{A}| = \lambda |\vec{A}|$ (જ્યાં $\lambda > 0$)
ઉદાહરણ તરીકે,જો $\vec{A}$ ને $2$ વડે ગુણવામાં આવે,તો પરિણામી સદિશ $2\vec{A}$ એ $\vec{A}$ ની દિશામાં જ હોય છે અને તેનું મૂલ્ય $|\vec{A}|$ કરતા બમણું હોય છે,જે આકૃતિ $(a)$ માં દર્શાવેલ છે.
કોઈ સદિશ $\vec{A}$ નો ઋણ વાસ્તવિક સંખ્યા $\lambda$ સાથે ગુણાકાર કરવાથી મળતો સદિશ $\lambda \vec{A}$ ની દિશા મૂળ સદિશ $\vec{A}$ ની દિશાથી વિરુદ્ધ હોય છે અને તેનું મૂલ્ય $|\lambda|$ ગણું હોય છે.
ઉદાહરણ તરીકે,$\vec{A}$ ને $-1$ અને $-1.5$ વડે ગુણતા મળતા સદિશો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા છે.
ગુણક $\lambda$ એ ભૌતિક પરિમાણ ધરાવતી અદિશ રાશિ પણ હોઈ શકે છે. આવા કિસ્સામાં,પરિણામી સદિશ $\lambda \vec{A}$ નું પરિમાણ એ $\lambda$ અને $\vec{A}$ ના પરિમાણોનો ગુણાકાર હોય છે. દાખલા તરીકે,અચળ વેગ સદિશ $\vec{v}$ નો સમયગાળા $t$ સાથે ગુણાકાર કરવાથી સ્થાનાંતર સદિશ $\vec{d} = \vec{v}t$ મળે છે.
$\vec{v}$ ના પરિમાણ = $[LT^{-1}] = m/s$
$\vec{v}t$ ના પરિમાણ = $[LT^{-1}] \cdot [T] = [L] = m$

Explore More

Similar Questions

ધારો કે $\vec{A} = 2 \hat{i} - 3 \hat{j} + 4 \hat{k}$ અને $\vec{B} = 4 \hat{i} + \hat{j} + 2 \hat{k}$ છે,તો $|\vec{A} \times \vec{B}|$ ની કિંમત કેટલી થાય?

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો જેની બાજુઓ સદિશો $\hat j + 3\hat k$ અને $\hat i + 2\hat j - \hat k$ દ્વારા દર્શાવવામાં આવે છે.

સદિશો $2\hat i + 2\hat j - \hat k$ અને $6\hat i - 3\hat j + 2\hat k$ ને લંબ એકમ સદિશ કયો છે?

Difficult
View Solution

ધારો કે $|\vec{A}_1| = 3$,$|\vec{A}_2| = 5$,અને $|\vec{A}_1 + \vec{A}_2| = 5$ છે. તો $(2\vec{A}_1 + 3\vec{A}_2) \cdot (3\vec{A}_1 - 2\vec{A}_2)$ નું મૂલ્ય શોધો. ($.5$ માં)

જો $\overrightarrow{A} = 2\widehat{i} - 2\widehat{j}$ અને $\overrightarrow{B} = 2\widehat{k}$ હોય,તો $\overrightarrow{A} \cdot \overrightarrow{B}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo