એક ઇલેક્ટ્રિશિયને $5\, m$ ઊંચા થાંભલા પર આવેલી ખામીનું સમારકામ કરવાનું છે. સમારકામ કરવા માટે તેણે થાંભલાની ટોચથી $1.3\, m$ નીચે આવેલા બિંદુ સુધી પહોંચવું જરૂરી છે (આકૃતિ જુઓ). આ માટે તેણે કેટલી લંબાઈની નિસરણીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી જ્યારે તે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલી હોય,ત્યારે તે જરૂરી સ્થાને પહોંચી શકે? વળી,તેણે નિસરણીનો પાયો થાંભલાના પાયાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? ($\sqrt{3}=1.73$ લો)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આકૃતિમાં,ઇલેક્ટ્રિશિયને થાંભલા $AD$ પરના બિંદુ $B$ સુધી પહોંચવાનું છે.
તેથી,
$BD = AD - AB = (5 - 1.3)\, m = 3.7\, m$
અહીં,$BC$ એ નિસરણી દર્શાવે છે. આપણે તેની લંબાઈ શોધવાની છે,એટલે કે કાટકોણ ત્રિકોણ $BDC$ નો કર્ણ.
હવે,આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર $\sin 60^{\circ}$ નો વિચાર કરીશું.
તેથી,$\frac{BD}{BC} = \sin 60^{\circ}$ અથવા $\frac{3.7}{BC} = \frac{\sqrt{3}}{2}$
તેથી,$BC = \frac{3.7 \times 2}{\sqrt{3}} = \frac{7.4}{1.73} \approx 4.28\, m$.
એટલે કે,નિસરણીની લંબાઈ $4.28\, m$ હોવી જોઈએ.
હવે,$\frac{DC}{BD} = \cot 60^{\circ} = \frac{1}{\sqrt{3}}$.
એટલે કે,$DC = \frac{3.7}{\sqrt{3}} = \frac{3.7}{1.73} \approx 2.14\, m$.
તેથી,તેણે નિસરણીનો પાયો થાંભલાથી $2.14\, m$ ના અંતરે મૂકવો જોઈએ.

Explore More

Similar Questions

એક નિસરણી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો જમીન સાથે $\theta$ માપનો ખૂણો બનાવે છે. જો તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $a \ m$ દૂર હોય,તો નિસરણી દીવાલ પર $\ldots \ldots \ldots \ldots \ldots \ m$ ની ઊંચાઈએ પહોંચે છે.

બે કાર એક ટાવરની એક જ દિશામાં પાર્ક કરેલી છે. ટાવરની ટોચ પરથી જોતા,તેમના અવસેધકોણ $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. જો ટાવરની નજીકની કાર ટાવરથી $75\, m$ દૂર હોય,તો આ બે કાર વચ્ચેનું અંતર શોધો ( $m$ માં).

Difficult
View Solution

એક વીજળીના થાંભલાની ટોચ સાથે બાંધેલું કેબલ જમીન પરના એક બિંદુએ થાંભલાથી $a \text{ m}$ દૂર બાંધેલું છે. જો કેબલ જમીન સાથે $\theta$ માપનો ખૂણો બનાવતું હોય,તો સાબિત કરો કે થાંભલાની ઊંચાઈ $a \tan \theta \text{ m}$ અને તારની લંબાઈ $a \sec \theta \text{ m}$ છે.

Difficult
View Solution

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો ટાવરની ઊંચાઈ અને તેના પાયાથી અવલોકન બિંદુનું અંતર,બંનેમાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ટોચનો ઉત્સેધકોણ બદલાતો નથી.

Difficult
View Solution

$1.5 \ m$ ઊંચો એક નિરીક્ષક $22 \ m$ ઊંચા ટાવરથી $20.5 \ m$ દૂર ઊભો છે. નિરીક્ષકની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo