બંગડીની મદદથી એક વર્તુળ દોરો. આ વર્તુળની બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) માહિતી: બંગડીની મદદથી એક વર્તુળ દોરો અને વર્તુળની બહારના ભાગમાં બિંદુ $A$ લો.
રચના: $A$ માંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે.
$(1)$ બંગડીની મદદથી એક વર્તુળ દોરો અને વર્તુળની બહારના ભાગમાં બિંદુ $A$ લો.
$(2)$ આ વર્તુળમાં બે સમાંતર ન હોય તેવી જીવાઓ $\overline{PQ}$ અને $\overline{RS}$ દોરો.
$(3)$ $\overline{PQ}$ અને $\overline{RS}$ ના લંબદ્વિભાજકો દોરો જે એકબીજાને $O$ માં છેદે. અહીં,$O$ એ બંગડીની મદદથી દોરેલા વર્તુળનું કેન્દ્ર છે.
$(4)$ $\overline{OA}$ દોરો.
$(5)$ $\overline{OA}$ નો લંબદ્વિભાજક દોરીને $\overline{OA}$ નું મધ્યબિંદુ $M$ મેળવો.
$(6)$ $M$ ને કેન્દ્ર અને $MA$ ને ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો જે પ્રથમ વર્તુળને $X$ અને $Y$ માં છેદે.
$(7)$ કિરણો $\overrightarrow{AX}$ અને $\overrightarrow{AY}$ દોરો.
આમ,$\overleftrightarrow{AX}$ અને $\overleftrightarrow{AY}$ એ માંગેલા સ્પર્શકો છે.

Explore More

Similar Questions

$\odot(P, 5 \, cm)$ આપેલ છે. વર્તુળને બે સ્પર્શકો એવી રીતે દોરો કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ $120^\circ$ થાય. રચનાના પગલાં લખો.

$\odot(O, 4\, cm)$ દોરો અને તેમાં વ્યાસ $\overline{PQ}$ દોરો. બિંદુઓ $A$ અને $B$ એવા લો કે જેથી $A-P-Q$ અને $P-Q-B$ થાય. $A$ અને $B$ માંથી $\odot(O, 4\, cm)$ ને સ્પર્શકો દોરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$3 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તેના એક વ્યાસને બંને બાજુ લંબાવો અને તેના પર કેન્દ્રથી $7 \, cm$ દૂર બે બિંદુઓ $P$ અને $Q$ લો. આ બે બિંદુઓ $P$ અને $Q$ માંથી વર્તુળના સ્પર્શકો દોરો. આ રચનાની યથાર્થતા પણ આપો.

$5\, cm$ ત્રિજ્યાવાળા વર્તુળ પર સ્પર્શકોની જોડી દોરો જે એકબીજા સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલા હોય. આ રચનાનું સમર્થન પણ આપો.

Difficult
View Solution

એક વર્તુળ પર સ્પર્શકોની જોડી દોરવા માટે જે એકબીજા સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલા હોય,તો વર્તુળની તે બે ત્રિજ્યાઓના અંતિમ બિંદુઓ પર સ્પર્શકો દોરવા જરૂરી છે,જેની વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo