એક બહુવિકલ્પ પરીક્ષામાં પ્રશ્નનો જવાબ આપતી વખતે,વિદ્યાર્થી કાં તો જવાબ જાણે છે અથવા અનુમાન લગાવે છે. ધારો કે તે જવાબ જાણે છે તેની સંભાવના $\frac{3}{4}$ છે અને તે અનુમાન લગાવે છે તેની સંભાવના $\frac{1}{4}$ છે. જો વિદ્યાર્થી અનુમાન લગાવે તો તેનો જવાબ સાચો હોવાની સંભાવના $\frac{1}{4}$ છે તેમ માની લઈએ,તો વિદ્યાર્થીએ જવાબ સાચો આપ્યો છે તે જાણીતું હોય તો તેણે જવાબ જાણ્યો હતો તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{12}{13}$
  • B
    $\frac{11}{13}$
  • C
    $\frac{10}{13}$
  • D
    $\frac{9}{13}$

Explore More

Similar Questions

એક પ્રવેશ પરીક્ષામાં બહુવિકલ્પ પ્રશ્નો છે. દરેક પ્રશ્ન માટે ચાર સંભવિત જવાબો છે,જેમાંથી એક સાચો છે. વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ જાણે છે તેની સંભાવના $9/10$ છે. જો તેને પ્રશ્નનો સાચો જવાબ મળે,તો તેણે અનુમાન લગાવ્યું હોય તેની સંભાવના કેટલી?

$3$ થેલીઓ છે,જેમાં દરેક $5$ સફેદ દડા અને $3$ કાળા દડા છે. વળી,$2$ થેલીઓ છે,જેમાં દરેક $2$ સફેદ દડા અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે એક સફેદ દડો પસંદ કરવામાં આવે છે. તો આ સફેદ દડો પ્રથમ જૂથની થેલીમાંથી હોય તેની સંભાવના શોધો.

એક પેટીમાં $10$ સિક્કા છે, જેમાંથી $8$ સામાન્ય છે અને બાકીના સિક્કા બંને બાજુ છાપ (heads) વાળા છે. પેટીમાંથી એક સિક્કો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેને $6$ વાર ઉછાળવામાં આવે છે. જો દરેક વખતે છાપ મળે, તો પસંદ કરેલ સિક્કો બંને બાજુ છાપ વાળો હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $5 \%$ પુરુષો અને $0.25 \%$ સ્ત્રીઓના વાળ સફેદ છે. સફેદ વાળ ધરાવતી એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? ધારો કે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે.

ધારો કે આપણી પાસે ચાર બોક્સ $A, B, C$ અને $D$ છે જેમાં નીચે મુજબ રંગીન લખોટીઓ છે:
બોક્સ લાલ સફેદ કાળી
$A$ $1$ $6$ $3$
$B$ $6$ $2$ $2$
$C$ $8$ $1$ $1$
$D$ $0$ $6$ $4$

એક બોક્સ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક લખોટી કાઢવામાં આવે છે. જો લખોટી લાલ હોય,તો તે બોક્સ $A$,બોક્સ $B$ અથવા બોક્સ $C$ માંથી કાઢવામાં આવી હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo