આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસના ખૂણાઓ પર $q, 2q, 3q,$ અને $4q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. તેના કેન્દ્ર પર $q_0$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $q_0$ પર લાગતું પરિણામી બળ શોધો.

  • A
    $2\sqrt{2} \frac{kq q_0}{r^2}$
  • B
    $\sqrt{2} \frac{kq q_0}{r^2}$
  • C
    $\frac{2kq q_0}{r^2}$
  • D
    $\frac{1}{2\sqrt{2}} \frac{kq q_0}{r^2}$

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $+8 q$ અને $-2 q$ અનુક્રમે $x=0$ અને $x=L$ પર આવેલા છે. ઉગમબિંદુથી $x$-અક્ષ પરના તે બિંદુનું સ્થાન શોધો જ્યાં આ બે બિંદુવત વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય.

$A$ અને $B$ એ વાહક પદાર્થમાંથી બનેલા બે સમાન બ્લોક છે. તેઓને આડા ઘર્ષણરહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે અને $K$ બળ અચળાંક ધરાવતી હલકી વાહક સ્પ્રિંગ દ્વારા જોડવામાં આવ્યા છે. સ્પ્રિંગની ખેંચાયા વગરની લંબાઈ $L_0$ છે. દરેક બ્લોકને $Q/2$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. પરિણામે,સ્પ્રિંગ ખેંચાઈને સંતુલિત લંબાઈ $L$ પ્રાપ્ત કરે છે. $Q$ નું મૂલ્ય શોધો.

સમાન મૂલ્યના અને વિરુદ્ધ ચિહ્ન ધરાવતા બે બિંદુવત વિદ્યુતભારોને અમુક અંતરે મૂકવામાં આવે છે. તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક વિદ્યુતભારનો $75\%$ વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને આપવામાં આવે,તો તેમની વચ્ચે લાગતું નવું બળ કેટલું થશે?

હવામાં મૂકાયેલા બે વિદ્યુતભારો એકબીજાને $10^{-4} \ N$ ના બળથી અપાકર્ષે છે. જ્યારે તેમની વચ્ચે તેલ મૂકવામાં આવે છે, ત્યારે બળ $2.5 \times 10^{-5} \ N$ થાય છે. તેલનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

બે સમાન ગોળાઓ પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો બે ગોળાઓની બરાબર વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતો ત્રીજો સમાન ગોળો મૂકવામાં આવે, તો તેના પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo