રેખા $2x + 3y = 12$ એ $x$-અક્ષને $A$ માં અને $y$-અક્ષને $B$ માં મળે છે. $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ રેખા $x$-અક્ષ,$y$-અક્ષ અને રેખા $AB$ ને અનુક્રમે $C, D, E$ માં મળે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો ચતુષ્કોણ $OCEB$ નું ક્ષેત્રફળ શોધો:

  • A
    $\frac{20}{3}$ ચોરસ એકમ
  • B
    $\frac{23}{3}$ ચોરસ એકમ
  • C
    $\frac{26}{3}$ ચોરસ એકમ
  • D
    $\frac{5\sqrt{52}}{9}$ ચોરસ એકમ

Explore More

Similar Questions

જો એક સીધી રેખા $L$ જે રેખા $3x - 4y = 6$ ને લંબ છે,તે યામ અક્ષો સાથે $6$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે છે,તો બિંદુ $(1, 1)$ થી રેખા $L$ નું ન્યૂનતમ લંબ અંતર કેટલું છે?

યામ અક્ષો અને રેખા $px + qy = r$ (જ્યાં $p, q$ અને $r$ ધન વાસ્તવિક સંખ્યાઓ છે) દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\frac{r^2}{2pq}$ છે. જો આ ક્ષેત્રફળ $\frac{1}{54}$ ચોરસ એકમ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

ધારો કે $A(-1, 1)$,$B(3, 4)$ અને $C(2, 0)$ ત્રણ આપેલા બિંદુઓ છે. એક રેખા $y = mx$,$m > 0$,રેખાઓ $AC$ અને $BC$ ને અનુક્રમે બિંદુ $P$ અને $Q$ માં છેદે છે. ધારો કે $A_1$ અને $A_2$ એ અનુક્રમે $\Delta ABC$ અને $\Delta PQC$ ના ક્ષેત્રફળ છે,જેથી $A_1 = 3A_2$ થાય,તો $m$ ની કિંમત કેટલી થાય?

ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી એક સીધી રેખા $10x - 8y - 10 = 0$ અને $\frac{x}{4} - \frac{y}{5} + 1 = 0$ રેખાઓને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓ પર કાટખૂણે છેદે છે. તો $O$ એ રેખાખંડ $PQ$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

રેખા $3x + 2y = 24$ એ $y$-અક્ષને $A$ માં અને $x$-અક્ષને $B$ માં મળે છે. $AB$ નો લંબદ્વિભાજક $(0, -1)$ માંથી પસાર થતી અને $x$-અક્ષને સમાંતર રેખાને $C$ માં મળે છે. ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ ............... $sq. \, units$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo